રાજકોટના ખોડિયારનગરમાં ડ્રેનેજ લાઇન બાદ પુરાણ ન થતાં ભૂવો પડ્યો
રાજકોટના ખોડિયારનગરમાં ડ્રેનેજ લાઇન બાદ પુરાણ ન થતાં ભૂવો પડ્યો
Published on: 09th October, 2026

રાજકોટના ખોડિયારનગર ડી-માર્ટ પાસે ગુરુવારે ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ યોગ્ય પુરાણ ન થતાં રસ્તા પર મોટો ભૂવો પડ્યો હતો. આ ભૂવામાં એક શાકભાજીની લારીનું ટાયર ફસાઈ ગયું હતું, જેના કારણે લારી પર રાખેલું શાકભાજી અને રોકડ ભરેલો ગલ્લો પણ ભૂવામાં ખાબક્યો હતો. સ્થાનિક લોકોની મદદથી લારીધારક ભૂવામાં ઊતરીને પોતાનો માલ બહાર કાઢ્યો હતો. કોંગ્રેસ અગ્રણી હેરી ઓડે જણાવ્યું કે જો કોઈ વાહનચાલક આ ભૂવામાં પડ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.