અમદાવાદના રામોલ-હાથીજણ વોર્ડમાં જળ વિતરણ કેન્દ્ર પાસે કચરાના ઢગલા
અમદાવાદના રામોલ-હાથીજણ વોર્ડમાં જળ વિતરણ કેન્દ્ર પાસે કચરાના ઢગલા
Published on: 09th October, 2026

અમદાવાદના રામોલ-હાથીજણ વોર્ડમાં જળ વિતરણ કેન્દ્ર પાસે આવેલા ખુલ્લા તળાવ પાસે કચરાના ઢગલા અને ગંદકીના કારણે સમગ્ર વિસ્તાર દુર્ગંધયુક્ત બન્યો છે. શાહેઆલમ રેસિડેન્સીની સામે, પેવર બ્લોક નાખેલા વિસ્તાર સહિત અંદાજે 500 મીટર સુધી સનંગ-ખાણીકો દ્વારા કચરો, કાટમાળ અને વપરાયેલી વસ્તુઓ ફેંકવામાં આવી રહી છે. આ ગંદકી અને દુર્ગંધથી સ્થાનિક રહિશો, વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન છે. રહેણાંક વસાહતોમાં રોગચાળાનું જોખમ પણ ઊભું થયું છે. સ્થાનિકોએ કચરાના સંપૂર્ણ નિકાલ અને સફાઈની માંગ કરી છે.