તોરી ગામના સરપંચ પર હુમલા બાદ ગ્રામજનોની કલેક્ટર અને SP પાસે પાસા હેઠળ કાર્યવાહીની માંગ
તોરી ગામના સરપંચ પર હુમલા બાદ ગ્રામજનોની કલેક્ટર અને SP પાસે પાસા હેઠળ કાર્યવાહીની માંગ
Published on: 28th July, 2026

થોડા દિવસ પહેલા વડિયા તાલુકાના તોરી ગામના સરપંચ પ્રવીણભાઈ વિનોદરાય કોટડિયા પર થયેલા હુમલા બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી હુમલાખોર યોગેશ વ્રજલાલ પાનસુરીયા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સરપંચને થયેલી ઇજાઓને ધ્યાનમાં રાખી, દોષિત સામે IPC કલમ-109 સહિતની કલમો હેઠળ ગુનો નોંધવા અને પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી કરવાની વિનંતી કરાઈ છે. ગ્રામજનોએ જણાવ્યું કે આરોપી અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે.