પોરબંદરમાં તાજાવાલા સ્કૂલના ટ્રસ્ટીએ બાળકોની રજૂઆત કરવા ગયેલા ભાજપ અગ્રણી પર કર્યો હુમલો
પોરબંદરમાં તાજાવાલા સ્કૂલના ટ્રસ્ટીએ બાળકોની રજૂઆત કરવા ગયેલા ભાજપ અગ્રણી પર કર્યો હુમલો
Published on: 02nd August, 2026

પોરબંદરમાં તાજાવાલા સ્કૂલના ટ્રસ્ટીએ બાળકોના શિક્ષણ અને સુવિધા સંબંધિત સમસ્યાઓની રજૂઆત કરવા ગયેલા ભાજપના સ્થાનિક આગેવાન પર ઉગ્ર બની હુમલો કર્યો. ભાજપ આગેવાન પિન્ટુ.આર. ભદ્રેચા પોતાના બાળકોની શાળાકીય સમસ્યાઓ બાબતે રજૂઆત કરવા તાજાવાલા સ્કૂલમાં ગયા હતા. ત્યાં ટ્રસ્ટી ઋષિ નામના વ્યક્તિ સાથે તેમની વાતચીત ઉગ્ર બનતાં, ઉશ્કેરાઈને ટ્રસ્ટીએ તેમના પર હુમલો કર્યો. ઇજાગ્રસ્ત ભદ્રેચાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે અને પોલીસ મથકે અરજી કરાઈ છે.