કેરળ હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: મહિલાના પ્રાઈવેટ પાર્ટ પર વાઇબ્રેટિંગ મશીન મૂકવું પણ બળાત્કાર
કેરળ હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: મહિલાના પ્રાઈવેટ પાર્ટ પર વાઇબ્રેટિંગ મશીન મૂકવું પણ બળાત્કાર
Published on: 02nd August, 2026

કેરળ હાઈકોર્ટે એક કડક કાનુની ચુકાદો આપ્યો છે કે કોઈપણ મહિલા કે નાબાલિકના પ્રાઈવેટ પાર્ટ પર વાઈબ્રેટિંગ મશીન કે અન્ય ઉપકરણ રાખવું એ માત્ર યૌન ઉત્પીડન નથી. આ પોક્સો અધિનિયમ હેઠળ પેનેટ્રેટિવ સેક્સુઅલ અસોલ્ટ અને IPCની કલમ 375(b) હેઠળ બળાત્કારની શ્રેણીમાં આવે છે. કોર્ટે ત્રિશુર નિવાસી આરોપી જોશી કે.જે.ની અરજી ફગાવી હતી. 17 વર્ષની સગીર પીડિતા પર બળાત્કાર અને જાતીય હુમલાના કેસમાં ટ્રાયલ કોર્ટે આરોપીને 10 વર્ષની જેલની સજા ફટકારી હતી, જેને હાઈકોર્ટે યોગ્ય ઠેરવી.