નોરા ફતેહી, કપિલ શર્મા શોના નામે ૧.૪૧ કરોડની છેતરપિંડી!
નોરા ફતેહી, કપિલ શર્મા શોના નામે ૧.૪૧ કરોડની છેતરપિંડી!
Published on: 25th June, 2026

મુંબઈના બે કંપની ડિરેક્ટર્સે સુરતના ઇવેન્ટ મેનેજમેન્ટ વેપારીને અરજીત સિંઘ, નોરા ફતેહી અને કપિલ શર્માના લાઈવ શો યોજી આપવાના બહાને કુલ ૧.૪૧ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે. આરોપીઓએ મોટા કલાકારો સાથેના ફોટા બતાવી, પોતાનો પ્રભાવ દર્શાવી વિશ્વાસ જીત્યો હતો. શરૂઆતમાં અરજીત સિંઘના શો માટે ટોકન લીધા બાદ, કલાકાર બદલી નોરા અને કપિલના શોનું કહી વધુ રકમ પડાવી હતી. GST નંબર બ્લોક હોવા છતાં ખોટું બિલ આપી દગો કર્યો. પોલીસે બંને ડિરેક્ટર્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.