આસિફખાન મર્ડર કેસ: બિલ્ડરે હત્યારાઓના બાળકોના ભરણપોષણથી વકીલ અને નોકરી સુધીની ગેરંટી લીધી
આસિફખાન મર્ડર કેસ: બિલ્ડરે હત્યારાઓના બાળકોના ભરણપોષણથી વકીલ અને નોકરી સુધીની ગેરંટી લીધી
Published on: 05th August, 2026

સુરતમાં મે મહિનામાં થયેલી આસિફખાન પઠાણની હત્યાના કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર બિલ્ડર મોહમ્મદ હાસીમ કબુલ એહમદ સિદ્દીકીની ધરપકડ કરી છે. બિલ્ડરે ચાર ભાડૂતી હત્યારાઓને સોપારી આપી હતી અને ખાતરી આપી હતી કે, જેલ જશે તો બાળકોના ભરણપોષણ, વકીલની ફી અને નોકરીની જવાબદારી તે ઉપાડશે. દર મહિને 30 હજાર રૂપિયા પરિવારને મોકલાતા હતા, જે ત્રણ મહિનામાં 3.60 લાખ થયા. આ ઉપરાંત, કાનૂની ખર્ચ પણ બિલ્ડર જ ઉપાડી રહ્યો હતો. 2017થી ચાલતી દુશ્મનાવટ હત્યાનું કારણ બની.