MPથી અફીણ લાવનાર સપ્લાયર અને ખરીદનાર ડેર ગામ પાસેથી ઝડપાયા
MPથી અફીણ લાવનાર સપ્લાયર અને ખરીદનાર ડેર ગામ પાસેથી ઝડપાયા
Published on: 23rd July, 2026

પાટણ તાલુકાના ડેર ગામે અફીણનો જથ્થો પહોંચતા પહેલાં જ ગાંધીનગર ઝોનની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)એ ફિલ્મી ઢબે રેડ કરી મધ્યપ્રદેશના સપ્લાયર અને સ્થાનિક ખરીદદારને રંગેહાથ ઝડપી પાડ્યા. બંને પાસેથી 2.01 કિલો અફીણનો રસ, રોકડ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.11.06 લાખ કબજે કરાયા. પૂછપરછમાં મધ્યપ્રદેશથી ગુજરાત સુધી ફેલાયેલા અફીણના સપ્લાય નેટવર્કનો ખુલાસો થયો છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.