વલસાડમાં આકાશી આફતથી 3 તાલુકા પ્રભાવિત
વલસાડમાં આકાશી આફતથી 3 તાલુકા પ્રભાવિત
Published on: 23rd July, 2026

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના ભારે વરસાદથી વલસાડ જિલ્લામાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સતત મેઘતાંડવને કારણે ત્રણ મુખ્ય તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ છે. ઉમરગામ તાલુકામાં 35 ઇંચ વરસાદ બાદ વધુ 7 ઇંચ ખાબકતા સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. બસ સ્ટેશન, સ્ટેશન રોડ અને હાઉસિંગ વિસ્તારમાં નદી જેવો પ્રવાહ જોવા મળ્યો, જેનાથી ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ મોટા પાયે નુકસાન થયું છે. વલસાડ શહેરના દાણા બજાર અને બરૂડિયા વાડમાં પણ પાણી ભરાતા લોકો પરેશાન છે. સ્થાનિક તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો લોકોને સલામત સ્થળે ખસેડવા અને પાણીના નિકાલ માટે કાર્યરત છે.