પાટણમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી
પાટણમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી
Published on: 05th August, 2026

પાટણ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહીના ભાગરૂપે, હારીજના કુખ્યાત ગુનેગાર મંગળજી કરણજી ઠાકોરને પાસા હેઠળ ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયો છે. આરોપી સામે લૂંટ, હત્યાનો પ્રયાસ, મારામારી, અને દારૂબંધીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. જાહેર વ્યવસ્થા જાળવવા જિલ્લા મેજિસ્ટ્રેટે તેની અટકાયતનો આદેશ કર્યો હતો. એલસીબી અને પી.સી.સી. સેલે તૈયાર કરેલી દરખાસ્ત બાદ આ કાર્યવાહી કરવામાં આવી. આરોપીના 2014થી 2026 દરમિયાનના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખી પાસાની કડક કાર્યવાહી કરાઈ.