RTO ઈ-ચલણના નામે APK ફાઈલ મોકલી, VMCના અધિકારીના ખાતામાંથી રૂ. 14,999ની ઠગાઈ
RTO ઈ-ચલણના નામે APK ફાઈલ મોકલી, VMCના અધિકારીના ખાતામાંથી રૂ. 14,999ની ઠગાઈ
Published on: 05th September, 2026

વડોદરામાં RTOના ઈ-ચલણના નામે સાયબર ક્રાઈમની ઘટના બની છે. VMCના નાયબ કાર્યપાલક ઈજનેર દિપકકુમાર બારોટને એક APK ફાઈલ મોકલવામાં આવી હતી. આ ફાઈલ ઓપન કરતાં તેમના બેંક ખાતામાંથી રૂ. 14,999ની રકમ ઉપડી ગઈ. RTOમાં તપાસ કરતાં આવા કોઈ ઈ-ચલણની વિગત ન હોવાનું બહાર આવ્યું. મેસેજ સાથેની APK ફાઈલ દ્વારા ઠગાઈ આચરવામાં આવી હતી. નવાપુરા પોલીસે અજાણ્યા સાયબર ગઠિયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.