સનેશ ચોકડી નજીક વિદેશી દારૂ સાથે નિવૃત્ત આર્મીમેન ઝડપાયો
સનેશ ચોકડી નજીક વિદેશી દારૂ સાથે નિવૃત્ત આર્મીમેન ઝડપાયો
Published on: 15th August, 2026

ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર સનેશ ચોકડી પાસેથી વેળાવદર પોલીસે નિવૃત્ત આર્મીમેન દિલિપ ભીખાભાઈ ત્રિવેદીને ૪૫ બોટલ વિદેશી દારૂ, મોબાઈલ અને થેલા સહિત કુલ રૂ.૨૩,૮૦૩ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલ શખ્સ ગારીયાધાર તાલુકાના મોટી વાવડી ગામનો રહેવાસી છે અને અગાઉ તેની સામે દારૂની હેરાફેરીના તેમજ પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.