રાજકોટમાં બાઈક સવાર મામા-ભાણેજ પાસેથી રૂ. 11 લાખની લૂંટ
રાજકોટમાં બાઈક સવાર મામા-ભાણેજ પાસેથી રૂ. 11 લાખની લૂંટ
Published on: 11th October, 2026

રાજકોટમાં નવરાત્રી પહેલા જ લૂંટની ઘટના બની છે. નાનામવા સર્કલથી સાગર ચોક જતાં માર્ગ પર બાઈક પર આવેલા બે શખ્સોએ મામા-ભાણેજ પાસેથી રૂ. 11 લાખ ભરેલો થેલો લૂંટી લીધો હતો. આ રકમ ધંધાકીય કામ માટે લઈ જવાઈ રહી હતી. બનાવની જાણ થતાં ડીસીપી ક્રાઇમ અને પોલીસ કાફ્લો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે શંકાના આધારે ભાણેજ ધીરેન્દ્રસિંહની પણ પૂછપરછ હાથ ધરી છે, જ્યારે લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રોવાત ગતિએ તપાસ ચાલી રહી છે.