વૃદ્ધાની કેરટેકર રૂ.17 લાખની મત્તા ચોરી કરીને પલાયન
વૃદ્ધાની કેરટેકર રૂ.17 લાખની મત્તા ચોરી કરીને પલાયન
Published on: 15th August, 2026

રાજકોટના અતિથિ ચોકમાં રહેતા વિપુલભાઇ પટેલે વૃદ્ધ માતાની દેખભાળ માટે રાખેલી રાજસ્થાનની બસંતી મીણાં નામની કેરટેકર પર રૂ.16.70 લાખની મત્તા ચોરી કરવાનો આરોપ મૂક્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી કામ કરતી બસંતીએ માતાના રૂમમાંથી સોનાના દાગીના અને રોકડની ચોરી કરી હતી. માતાની તબિયત સારી ન હોવાનું કહીને બસંતીએ ઘરે જવાની જીદ કરી અને ચોરી બાદ ફરાર થઇ ગઇ. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.