પાટણ: પેટ્રોલ પંપ પરથી શ્રમ વિભાગે બાળ મજૂરને મુક્ત કરાવી, ડિલર સામે ફરિયાદ
પાટણ: પેટ્રોલ પંપ પરથી શ્રમ વિભાગે બાળ મજૂરને મુક્ત કરાવી, ડિલર સામે ફરિયાદ
Published on: 17th June, 2026

પાટણ શહેરમાં રેલવે સ્ટેશન રોડ પરના એક પેટ્રોલપંપ પર બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાની માહિતી મળતાં પાટણ શ્રમ વિભાગની ટીમે રેડ કરી હતી. ટીમે ત્યાંથી એક બાળ મજૂરને મુક્ત કરાવ્યો અને પેટ્રોલપંપના ડિલર વિરેનભાઈ અશ્વિનભાઈ શાહ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પાટણ જિલ્લામાં બાળ મજૂરી નાબૂદ કરવા માટે શ્રમ વિભાગ દ્વારા સતત તપાસ અને કાર્યવાહી કરવામાં આવે છે.