જામનગરના સચાણામાં પૈસાની લેતીદેતી મામલે મારામારીમાં એકનું મોત, દસથી વધુ લોકો ઘાયલ.
જામનગરના સચાણામાં પૈસાની લેતીદેતી મામલે મારામારીમાં એકનું મોત, દસથી વધુ લોકો ઘાયલ.
Published on: 01st January, 2026

જામનગરના સચાણા ગામમાં પૈસાની લેતીદેતી મામલે થયેલી જૂથ અથડામણમાં એક આધેડનું સારવાર દરમિયાન મોત થયું. ઇસ્માઇલ સંધાર નામના આધેડને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં તેમનું મોત થયું. આ ઘટનામાં દસથી વધુ લોકો ઘાયલ થયા, જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ તપાસ હાથ ધરી અને સચાણા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો.