નવસારી જમીન કૌભાંડમાં ઓપેરા ગ્રૂપના મહેશ સાંગાણીના સુરત નિવાસસ્થાને પોલીસ તપાસ
નવસારી જમીન કૌભાંડમાં ઓપેરા ગ્રૂપના મહેશ સાંગાણીના સુરત નિવાસસ્થાને પોલીસ તપાસ
Published on: 11th October, 2026

નવસારીના જલાલપોર તાલુકાના એરૂ ગામમાં જમીન કૌભાંડ કેસમાં પોલીસે વોન્ટેડ આરોપી ઓપેરા ગ્રૂપના બિલ્ડર મહેશ સાંગાણીના સુરતના નિવાસસ્થાને તપાસ હાથ ધરી છે. મૃતક જમીન માલિકના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન હડપ કરવાના ગુનામાં પોલીસે સુરતના બિલ્ડર મુકેશ મનસુખભાઈ મેંદપરાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે મહેશ સાંગાણી, ઉકાભાઈ રામભાઈ વાળા, નાનજીભાઈ વલ્લભભાઈ વઘાસીયા, મી.એસ.પી. સિંદે અને રમેશભાઈ રવજીભાઈ ભીમાણી વોન્ટેડ છે. આ કેસમાં માસ્ટર માઈન્ડ ગણાતા મહેશ સાંગાણીના સુરતના મોટા વરાછા સ્થિત ફ્લેટમાં પોલીસે તપાસ કરી છે.