વૌવામાં ખેતીવાડી કનેક્શનના 5 વર્ષ બાદ પણ વીજળી નહીં
વૌવામાં ખેતીવાડી કનેક્શનના 5 વર્ષ બાદ પણ વીજળી નહીં
Published on: 09th October, 2026

સાંતલપુરના વૌવા ગામના ખેડૂત ભચાભાઈ રત્નાભાઈ આહીરને ખેતીવાડી કનેક્શન માટે મીટર અને ડીપી લગાવ્યાના પાંચ વર્ષ બાદ પણ વીજળી મળી નથી. મઢુત્રા તરફથી આવતી લાઇનના વાયર ચોરાઈ જતાં કામગીરી અટકી પડી છે. વીજ કંપનીના જણાવ્યા મુજબ, વાયર ચોરી થતાં લાઇનનું કામ પૂર્ણ થઈ શક્યું નથી. આ દરમિયાન, મીટર લગાવેલું હોવાથી ખેડૂત પર આશરે રૂ.12 હજારનું બિલ બાકી નીકળે છે, જેમાં ફિક્સ ચાર્જ અને મીટર ભાડું સામેલ છે. ખેડૂતે વીજ કંપનીમાં અરજી કરી ધ્યાન દોર્યું છે, પરંતુ હજુ સુધી વીજ પુરવઠો શરૂ થયો નથી.