રાજકોટમાં MBBSના ૨૬ વર્ષીય છાત્રએ તલવાર વડે પેટમાં ઘા કરી આત્મહત્યા વ્હોરી લીધી
રાજકોટમાં MBBSના ૨૬ વર્ષીય છાત્રએ તલવાર વડે પેટમાં ઘા કરી આત્મહત્યા વ્હોરી લીધી
Published on: 03rd October, 2026

રાજકોટમાં હરિ ધવા રોડ પર રહેતા ૨૬ વર્ષીય MBBSના વિદ્યાર્થી ધર્મેશ વીરડાએ મંદિરમાં પડેલી તલવાર પોતાના પેટમાં ભોંકી આત્મહત્યા કરી લીધી. ૨૦૨૨માં જૂનાગઢ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતો ધર્મેશ ATKT આવતા અને માનસિક રીતે અપસેટ થતાં ઘરે આવી ગયો હતો. ડીપ્રેશનમાં રહેતો અને અલગ-અલગ ડોક્ટરોની દવાઓ ચાલતી હતી. ગઇકાલે સાંજે તેણે આ ચોંકાવનારું પગલું ભર્યું. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.