અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની 24 કલાક રેડ
અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની 24 કલાક રેડ
Published on: 03rd August, 2026

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાનામાં SMC દ્વારા 24 કલાકથી વધુ સમય ચાલેલી રેડમાં 187 જેટલા જુગારીઓ ઝડપાયા છે. પોલીસે તેમની પાસેથી 3 લાખથી વધુ રોકડ, 25થી વધુ વાહનો અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. મુખ્ય આરોપી ગોવિંદ ઉર્ફે ગામા પટેલ સહિત અન્ય આરોપીઓ પણ ઝડપાયા છે. આ જુગારધામમાં રસીદ દ્વારા નેટવર્ક ચાલતું હતું, જ્યાં પહેલા પૈસા જમા કરાવી રસીદ મેળવીને જુગાર રમાતો હતો. પોલીસે FIR નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.