વલસાડમાં બેફામ કારે 4 વાહનોને અડફેટે લીધા.
વલસાડમાં બેફામ કારે 4 વાહનોને અડફેટે લીધા.
Published on: 16th May, 2026

વલસાડના કૈલાસ રોડ પર એક બેફામ કારે 4 વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટના મોડી રાત્રે બની હતી. કાર ચાલકે અકસ્માત સર્જ્યા બાદ જવાબદારી સ્વીકારવાને બદલે નજીકમાં જ આવેલા પોતાના ઘરમાં જઈને છુપાઈ ગયો હતો. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કારની સ્પીડ સ્પષ્ટ દેખાય છે. સ્થાનિક લોકોએ કાર ચાલકના ઘરને ઘેરી લીધું હતું અને તેની સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.