લેબ ટેકનિશિયને પત્નીની હત્યા કરી, ટ્રેન નીચે ઝંપલાવી કર્યો આપઘાત
લેબ ટેકનિશિયને પત્નીની હત્યા કરી, ટ્રેન નીચે ઝંપલાવી કર્યો આપઘાત
Published on: 20th August, 2026

જૂનાગઢના કેશોદમાં લેબ ટેકનિશિયન ગિરીશ બાલસેએ પત્ની વિજ્યાની ગળું દબાવી હત્યા કરી, ત્યારબાદ વોટ્સએપમાં વીડિયો સ્ટેટસ મૂકી પોતે વેરાવળ-બાંદ્રા ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો. 4 વર્ષના લગ્નજીવનમાં ઘરકંકાસથી કંટાળેલા ગિરીશે આપઘાત પહેલા બનાવેલા વીડિયોમાં ગુનાની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું કે પત્નીના અત્યાચારથી કંટાળીને આ પગલું ભર્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી મૃતદેહ મળી આવતા વધુ તપાસ હાથ ધરી છે.