મેઘપરમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટર ઝડપાયા
મેઘપરમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટર ઝડપાયા
Published on: 15th March, 2026

જામનગર જિલ્લાના મેઘપરમાં SOGએ ડિગ્રી વગરના બે બોગસ ડોક્ટરને પકડ્યા. આ કાર્યવાહી રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષકની સૂચનાથી થઈ. પશ્ચિમ બંગાળના આ શખ્સો દવાખાનું ચલાવતા હતા, જેઓ પાસેથી દવાઓ અને સ્ટેથોસ્કોપ સહિત રૂ. 2511 અને રૂ. 2538 નો મુદ્દામાલ જપ્ત કરાયો. ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ 1963 હેઠળ ગુનો દાખલ થયો છે.