જામનગરમાં લવમેરેજથી નારાજ સાળાએ યુવકને ગાળો આપી જાનથી મારી નાખવાની આપી ધમકી
જામનગરમાં લવમેરેજથી નારાજ સાળાએ યુવકને ગાળો આપી જાનથી મારી નાખવાની આપી ધમકી
Published on: 03rd October, 2026

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં લવમેરેજ કરવાના મુદ્દે નારાજ બનેલા સાળાએ યુવકના ઘરે પહોંચી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સીટી-બી ડિવિઝન પોલીસમાં નોંધાઇ છે. ફરિયાદી પાર્થ રાજેશભાઈ સોલંકીએ આશરે ત્રણ મહિના અગાઉ લવમેરેજ કર્યા હતા. આરોપી મયુરસિંહ સજુભા જાડેજા, જે ફરિયાદીનો સાળો છે, તેને આ લગ્ન પસંદ ન હોવાથી અગાઉ પણ ફરિયાદીને માર માર્યો હતો. તા. 1 ઓક્ટોબરના બપોરના સમયે આરોપી ફરિયાદીના ઘર પાસે આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આઈપીસીની કલમ 351(3) તથા 352 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.