વકીલો ભાડા અધિનિયમ-2026 સામે વિરોધ નોંધાવી કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા.
વકીલો ભાડા અધિનિયમ-2026 સામે વિરોધ નોંધાવી કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા.
Published on: 03rd October, 2026

ગુજરાત ભાડા અધિનિયમ-2026ના કેટલાક મુદ્દાઓ સામે રાજ્યવ્યાપી વિરોધના ભાગરૂપે જામનગરના વકીલોએ એક દિવસ માટે કોર્ટની ન્યાયિક કાર્યવાહીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો છે. નવા કાયદા હેઠળ કોર્ટ પાસેની કેટલીક સત્તાઓ ફિક્સિંગ ઓથોરિટી અને રેન્ટ ટ્રિબ્યુનલને સોંપવાની જોગવાઈ સામે વકીલ મંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અગાઉ જામનગર વકીલ મંડળે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરત એસ.સુવા તથા સેક્રેટરી મનોજ ઝવેરીના માર્ગદર્શન હેઠળ વકીલોએ આ વિરોધ વ્યક્ત કર્યો છે.