વડોદરામાં આગના બે બનાવો
વડોદરામાં આગના બે બનાવો
Published on: 03rd October, 2026

વડોદરા શહેરમાં આગના બે અલગ-અલગ બનાવો બન્યા હતા, જેમાં ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી હતી. ગોલ્ડન ચોકડી પાસે એક ટાયરની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને સમયસર કાર્યવાહી કરીને આગને કાબુમાં લીધી. બીજી તરફ, હાથીખાના માર્કેટ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં પણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોના સંયુક્ત પ્રયાસોથી આગ પર કાબુ મેળવી લેવાયો હતો અને આસપાસના વિસ્તારોને સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.