ગોધરાના ગુજસીટોકના કેસમાં બે આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા
ગોધરાના ગુજસીટોકના કેસમાં બે આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા
Published on: 03rd October, 2026

ગોધરામાં નોંધાયેલા ગુજસીટોક કેસના બે આરોપીઓની જામીન અરજી સ્પેશ્યલ કોર્ટે નામંજૂર કરી છે. આ આરોપીઓ, સુફિયાન મહેમુદ પઠાણ અને એહમદહુસેન સીદીકી, ગૌવંશની ચોરી, ગૌમાંસનું વેચાણ, સમાજમાં અરાજકતા ફેલાવવા, પોલીસ પર હુમલા અને પુરાવાનો નાશ કરવા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. તપાસ અધિકારીના સોગંદનામા મુજબ, બંને આરોપીઓ સામે અનેક ગુના નોંધાયેલા છે અને તેઓ આંતકવાદી સંગઠનો સાથે પણ જોડાયેલા હોઈ શકે છે. કોર્ટે જણાવ્યું કે આરોપીઓનો ગુનાખોરીમાં સક્રિય રોલ છે અને કાયદાકીય જોગવાઈઓ મુજબ તેમને જામીન આપી શકાય નહીં.