અમદાવાદમાં ઘરઘાટીઓનો આતંક
અમદાવાદમાં ઘરઘાટીઓનો આતંક
Published on: 01st September, 2026

અમદાવાદ શહેરમાં ઘરઘાટીઓ દ્વારા ચોરી અને લૂંટના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. માલિકોના વિશ્વાસનો દુરુપયોગ કરીને લાખો-કરોડોની ચોરી કરતી ગેંગ પોલીસ માટે મોટો પડકાર બની છે. શાહીબાગમાં વેપારીના ઘરેથી ૧૮.૪૮ લાખની ચોરી ખુદ ઘરઘાટીએ કરી, જે પોતાની ખોટી ઓળખ આપીને કામ કરતો હતો. છેલ્લા ૩ વર્ષમાં અમદાવાદ શહેરમાં ઘરઘાટીઓ દ્વારા ચોરી, વિશ્વાસઘાત અને લૂંટના ૨૫૦થી વધુ સત્તાવાર ગુના નોંધાયા છે. આ ગુનાઓમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી પણ સામે આવી રહી છે.