સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ પકડાયું, ફાર્માસિસ્ટની ધરપકડ, હોસ્પિટલ સીલ.
સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ પકડાયું, ફાર્માસિસ્ટની ધરપકડ, હોસ્પિટલ સીલ.
Published on: 06th May, 2026

સુરતના વરાછામાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું. આરોગ્ય વિભાગે મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ પર દરોડા પાડી ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ અને ત્રણ સગર્ભા મહિલાઓને પકડ્યા. હોસ્પિટલ સીલ કરાઈ. PC & PNDT Act હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ.