નવસારીમાં માટી ખનન કોન્ટ્રાક્ટરનો વીડિયો વાયરલ
નવસારીમાં માટી ખનન કોન્ટ્રાક્ટરનો વીડિયો વાયરલ
Published on: 25th June, 2026

નવસારીમાં એક કોન્ટ્રાક્ટર, રોહિત શેઠિયા, નામના યુવાને માઇનિંગ વિભાગ પર ગંભીર આક્ષેપો કરતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. તેનો દાવો છે કે ડિસેમ્બર 2024માં ટેન્ડરિંગ દ્વારા વેસ્મામાં કામ મળ્યું હોવા છતાં, છેલ્લા 4 મહિનાથી નિયમોનું પાલન કરવા છતાં તેને યોગ્ય રોયલ્ટી આપવામાં આવી નથી. કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ, અધિકારીઓ પોતાના ખાસ લોકોનું કામ સરળતાથી થાય તે માટે જાણીજોઈને ફાઈલો ક્લોઝ કરતા નથી અને અન્ય લોકોને હેરાન કરે છે. જો તપાસ થાય તો 40 થી વધુ ફાઈલો ખુલ્લી છે પણ માપણી થતી નથી.