ચૂંટાયેલ વિધાનસભ્યની જગ્યાએ રનર-અપ વિજેતા જાહેર
ચૂંટાયેલ વિધાનસભ્યની જગ્યાએ રનર-અપ વિજેતા જાહેર
Published on: 12th March, 2026

ભારતીય રાજકીય ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટનામાં, મધ્યપ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર બેંચે ચૂંટાયેલા ઉમેદવાર મલ્હોત્રાનો વિજય રદ કરી રનર-અપ રામનિવાસ રાવતને વિજેતા જાહેર કર્યા છે. મલ્હોત્રાએ ઉમેદવારી પત્રકમાં પોતાની સામેના ક્રિમિનલ કેસો અને ચાર્જશીટની માહિતી છુપાવી હોવાનું સાબિત થતા કોર્ટે ૮ માર્ચે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ૭૦૦૦ મતોથી હારવા છતાં, કાયદાકીય લડત દ્વારા રાવત હવે સત્તાવાર રીતે ચૂંટાયેલા પ્રતિનિધિ જાહેર થયા છે.