પત્ની સરપંચ, પતિ લૂંટારૂ: ગુજરાત પોલીસે રાજસ્થાનમાં જઈ ફિલ્મી સ્ટાઈલથી મૂર્તિચોરને ઝડપ્યો.
પત્ની સરપંચ, પતિ લૂંટારૂ: ગુજરાત પોલીસે રાજસ્થાનમાં જઈ ફિલ્મી સ્ટાઈલથી મૂર્તિચોરને ઝડપ્યો.
Published on: 01st April, 2026

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પ્રથમ એપિસોડમાં, વીસનગરના જૈન દેરાસરમાંથી ચક્રેશ્વરી માતાજીની 1500 વર્ષ જૂની મૂર્તિની લૂંટ થઈ, જેના કારણે જૈન મુનિએ ઉપવાસ શરૂ કર્યા. SITએ લાખો મોબાઇલ નંબર ચકાસ્યા, જેમાં એક શંકાસ્પદ નંબર મળ્યો, જે અંબાજીમાં રોમિંગ SMS સાથે એક્ટિવ હતો. આ નંબરના આધારે રાજસ્થાનના શિવચરણ મીણાની ધરપકડ થઈ, જેની પત્ની સરપંચ છે અને જેના પર 35 જેટલા ગુના નોંધાયેલા છે.