જામનગર પોલીસ ચેકિંગમાં રૂ.75 હજારના ઘઉં ઝડપાયા
જામનગર પોલીસ ચેકિંગમાં રૂ.75 હજારના ઘઉં ઝડપાયા
Published on: 08th October, 2026

જામનગરમાં પોલીસ ચેકિંગ દરમિયાન રૂ.75 હજારની કિંમતના 150 મણ ઘઉંનો જથ્થો પકડાયો, જેના પગલે સરકારી ગોડાઉનમાંથી રૂ.18.08 લાખના અનાજની ચોરીનો ઘટસ્ફોટ થયો છે. બેડી બંદર રોડ પર આવેલા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનની છતના પતરાં ઉચકાવી ચોરી કરવામાં આવી હતી. આ મામલે સિટી બી-ડિવિઝન પોલીસમાં પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો છે. પોલીસ તપાસમાં 1,399 કટ્ટા ઘઉં, એટલે કે આશરે 69,950 કિલોગ્રામ ઘઉંની ઘટ હોવાનું જણાયું હતું. આ ચોરી 24 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન થઈ હોવાનું સીસીટીવી ફૂટેજ પરથી બહાર આવ્યું છે.