ગાંધીનગર પોલીસે ૧ કરોડના એમ્બરગ્રીસ સાથે વાવોલના શખસને ઝડપ્યો
ગાંધીનગર પોલીસે ૧ કરોડના એમ્બરગ્રીસ સાથે વાવોલના શખસને ઝડપ્યો
Published on: 20th August, 2026

ગાંધીનગર પોલીસે વાવોલ ખાતે રહેતા એક યુવકને લગભગ ૧ કરોડ રૂપિયાના કિંમતી 'એમ્બરગ્રીસ' (વ્હેલ માછલીની ઉલટી) સાથે ઝડપી પાડ્યો છે. ચિલોડા પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત માહિતીના આધારે આ ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ કર્યો. પકડાયેલા શખસ પાસેથી મળી આવેલા પદાર્થની ચોક્કસ ઓળખ માટે FSL (Forensic Science Laboratory) ની મદદ લેવામાં આવી છે. પૂછપરછમાં અન્ય એક વોન્ટેડ આરોપીનું નામ પણ સામે આવ્યું છે, જેને આ એમ્બરગ્રીસ વેચાણ માટે આપવામાં આવ્યું હતું.