રાજકોટ જિલ્લામાં જુગારના છ સ્થળે દરોડા
રાજકોટ જિલ્લામાં જુગારના છ સ્થળે દરોડા
Published on: 08th September, 2026

સાતમ-આઠમના તહેવાર નિમિત્તે રાજકોટ જિલ્લામાં જુગારની મોસમ જામેલી છે. પોલીસે ધોરાજીના કારખાના, સુપેડી, નાની પરવડી, ભાયાવદર અને જેતપુરમાં જુગારના છ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન, સાત મહિલાઓ સહિત કુલ 36 પત્તા પ્રેમીઓ રૂ. 2.53 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા છે. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના બાદ એલસીબી અને સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.