અગાઉના ઝઘડાની દાઝમાં યુવાન પર 4 શખ્સોનો હુમલો: ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
અગાઉના ઝઘડાની દાઝમાં યુવાન પર 4 શખ્સોનો હુમલો: ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
Published on: 07th April, 2026

ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં રક્ષાબંધનના તહેવાર સમયે થયેલા ઝઘડાની દાઝ રાખીને ચાર શખ્સોએ યુવાન પર લાકડી, છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં રોનકભાઈ વાજાને મોહિત વાજા, શંકર બારૈયા અને બે અજાણ્યા ઇસમોએ ઢીકાપાટુથી માર માર્યો તેમજ છરી અને લાકડાના ધોકાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.