રાજકોટનો કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધી રાજસ્થાની સપ્લાયર સાથે ઝડપાયો
રાજકોટનો કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધી રાજસ્થાની સપ્લાયર સાથે ઝડપાયો
Published on: 25th June, 2026

જંગલેશ્વરનો લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી, જેનો તાજેતરમાં SMC દ્વારા 70 લાખનો દારૂ ઝડપાયો હતો, તે રાજસ્થાની સપ્લાયર સાથે રાજ્યની બહાર ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેને રાજકોટ PCB દ્વારા અમીરગઢ ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. ફિરોઝ સંધી વિરુદ્ધ 20 વર્ષમાં 35 ગુના નોંધાયેલા છે અને તે 7 વખત પાસા હેઠળ રહી ચૂક્યો છે. PCBએ તેને અને તેના સપ્લાયર વિજયપાલસિંહ રાઠોડને પૂછપરછ માટે રિમાન્ડ પર લીધા છે.