અમદાવાદના ગીતામંદિરના નવા બસ ટર્મિનલ-2માં 15 દિવસમાં જ બેદરકારી છતી પડી
અમદાવાદના ગીતામંદિરના નવા બસ ટર્મિનલ-2માં 15 દિવસમાં જ બેદરકારી છતી પડી
Published on: 01st September, 2026

અમદાવાદના ગીતામંદિર ખાતે કરોડોના ખર્ચે નિર્માણ પામેલા અત્યાધુનિક બસ ટર્મિનલ-2 ના ઉદ્ઘાટનને માત્ર 15 દિવસ થયા છે, પરંતુ તેની પોલ ખુલી ગઈ છે. નેતાઓ અને અધિકારીઓએ જે ટર્મિનલને એરપોર્ટ જેવું ગણાવ્યું હતું, તેની વાસ્તવિકતા મુસાફરો માટે મુશ્કેલીરૂપ બની છે. ખાસ કરીને ટર્મિનલના બહાર નીકળવાના દ્વાર પાસેનો પાકો રસ્તો માત્ર 15 દિવસમાં જ બિસ્માર થઈ ગયો છે, જ્યાં કપચી અને માટીના ઢગલા જોવા મળે છે. કરોડોના પ્રોજેક્ટમાં આવી નબળી ગુણવત્તા કામગીરી અને કોન્ટ્રાક્ટર-અધિકારીઓની મિલીભગત તરફ ઈશારો કરે છે. ચોમાસા પહેલા જ રસ્તો બેસી જતાં મોટાપાયે ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે.