ભાવનગરની બજરંગદાસ હોસ્પિટલ કેસમાં ડોક્ટરોની 'ક્લીન ચિટ' રદ્દ
ભાવનગરની બજરંગદાસ હોસ્પિટલ કેસમાં ડોક્ટરોની 'ક્લીન ચિટ' રદ્દ
Published on: 15th August, 2026

ભાવનગરની બજરંગદાસ હોસ્પિટલમાં કમરના દુઃખાવાની સારવાર દરમિયાન ડોક્ટરોની કથિત બેદરકારીથી મહિલાના મૃત્યુ બાદ, પીડિત પરિવારની ૧૦ મહિનાની લડત રંગ લાવી છે. કલેક્ટરે ડોક્ટરોને મળેલી 'ક્લીન ચિટ' રદ્દ કરી નવી મેડિકલ નેગ્લિજન્સ કમિટીની રચનાનો ઐતિહાસિક હુકમ કર્યો છે. તબીબો વિદેશ ન ભાગી જાય તે માટે તાત્કાલિક 'લુક આઉટ સરક્યુલર' અને પાસપોર્ટ જપ્ત કરવા SPને સૂચના અપાઈ છે. આ આદેશથી સમગ્ર ઘટનામાં ન્યાયિક તપાસની આશા જાગી છે.