ભાવનગર નજીક ભયાનક અકસ્માત
ભાવનગર નજીક ભયાનક અકસ્માત
Published on: 07th October, 2026

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ ગામ પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અલંગમાં નોકરી કરતા સાત યુવાનો બોલેરો કારમાં સવાર થઈને કામ પર જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ ગામ નજીક સવસ રોડ પર બંધ પડેલા ટ્રેલર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર તમામ ૭ યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર ભાવનગર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.