જામનગરમાં નોનવેજ ખાધા બાદ 35 લોકો બીમાર
જામનગરમાં નોનવેજ ખાધા બાદ 35 લોકો બીમાર
Published on: 07th October, 2026

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં 'એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સ'માંથી નોનવેજ ભોજન આરોગ્યા બાદ 30 થી 35 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મહાનગરપાલિકાના ફૂડ વિભાગે સ્થળ તપાસ કરતાં રસોડામાં અસ્વચ્છતા જણાઈ આવી હતી. આથી, આગામી આદેશ સુધી 'એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સ'ને સીલ કરી દેવાયું છે. ફૂડ વિભાગ દ્વારા વાનગીઓના નમૂના પણ લેબોરેટરીમાં મોકલાયા છે.