વડોદરા કોર્પોરેશન: 100 ઈ-બસ ટિકિટ કલેક્શન માટે અંદાજ કરતાં રૂ. 2.31 કરોડ વધુ ભાવ
વડોદરા કોર્પોરેશન: 100 ઈ-બસ ટિકિટ કલેક્શન માટે અંદાજ કરતાં રૂ. 2.31 કરોડ વધુ ભાવ
Published on: 07th October, 2026

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 130 ઇલેક્ટ્રિક બસોના ટિકિટ અને રેવન્યુ કલેક્શનની કામગીરી માટે પસંદ કરાયેલ એજન્સીએ પાંચ વર્ષ માટે રૂ.24.24 કરોડના અંદાજ કરતાં 9.49% વધુ, એટલે કે રૂ.26.55 કરોડનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરાઈ છે. પીએમ ઈ-બસ સેવા યોજના હેઠળ, એજન્સી ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન અને સોફ્ટવેર સહિત તમામ વ્યવસ્થા સંભાળશે, જેમાં કંડક્ટરની ઉપલબ્ધતા અને રેવન્યુ કલેક્શનની નિભાવણીનો સમાવેશ થાય છે.