જામનગરમાં નવરાત્રિ પૂર્વે SPની ગરબી-રાસ આયોજકો સાથે બેઠક
જામનગરમાં નવરાત્રિ પૂર્વે SPની ગરબી-રાસ આયોજકો સાથે બેઠક
Published on: 07th October, 2026

આગામી નવરાત્રિ અને દશેરાના તહેવારો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જામનગર Police દ્વારા આયોજકો સાથે બેઠક યોજાઈ. SP ડો.રવિ મોહન સૈનીએ સુરક્ષા, CCTV, અને સાઉન્ડ વ્યવસ્થા અંગે જરૂરી સૂચનો આપ્યા. ગરબી-રાસ સ્થળોએ સિક્યુરિટી ગાર્ડ, કાર્યરત CCTV, અને મહિલાઓની સુરક્ષા પર ભાર મૂકાયો. પાર્કિંગ, ટ્રાફિક, અને સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ લાવવા આયોજકોને અનુરોધ કરાયો. Police દ્વારા પણ સંવેદનશીલ સ્થળોએ બંદોબસ્ત ગોઠવાશે, તથા કાયદા-નિયમોનું પાલન સુનિશ્ચિત કરાશે.