અમદાવાદમાં તહેવાર ટાણે ભેળસેળખોરો સક્રિય
અમદાવાદમાં તહેવાર ટાણે ભેળસેળખોરો સક્રિય
Published on: 08th September, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે તહેવારોના સમયગાળા દરમિયાન ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ગુણવત્તા સામે મોટી કાર્યવાહી કરી છે. માધુપુરા, વટવા, વેજલપુર અને ચાંદલોડિયા વિસ્તારોમાં તપાસ દરમિયાન સબ-સ્ટાન્ડર્ડ ઘી, લાઇસન્સ વગરનું ઉત્પાદન, અસ્વચ્છ પરિસ્થિતિઓ અને નમકીનમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરના ઉપયોગ જેવી ગંભીર બાબતો સામે આવી છે. કુલ 3,806 કિલો ખાદ્ય જથ્થો, જેની કિંમત આશરે રૂ.9.22 લાખ છે, તેને વેચાણથી અટકાવવામાં આવ્યો છે.