બોટાદ-તરઘરા રોડ પર કાર-બાઇક વચ્ચે ગંભીર અકસ્માત
બોટાદ-તરઘરા રોડ પર કાર-બાઇક વચ્ચે ગંભીર અકસ્માત
Published on: 13th October, 2026

બોટાદ-તરઘરા રોડ પર વાવ નજીક કાર અને બાઇક વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં ઉત્તર પ્રદેશના બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મોડી રાત્રે થયેલા આ અકસ્માતમાં બાઇક પર સવાર મોન્ટીભાઈ અને લકીભાઈ નામના યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાગૃત નાગરિકોએ તાત્કાલિક બંનેને બોટાદની સબીહા હોસ્પિટલમાં ખસેડી સમયસર સારવાર અપાવી હતી. બંને યુવકો જીઓ ડેરીમાં નોકરી કરે છે.