સાઠોદ ગામના તળાવમાંથી હાથ-પગ બાંધેલી હાલતમાં યુવાનની લાશ મળી
સાઠોદ ગામના તળાવમાંથી હાથ-પગ બાંધેલી હાલતમાં યુવાનની લાશ મળી
Published on: 23rd September, 2026

ડભોઈ તાલુકાના સાઠોદ ગામના તળાવમાંથી ચાર દિવસથી ગુમ થયેલા યુવાનની લાશ હાથ-પગ બાંધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક ગ્રામજનોને મૃતદેહ તરતો દેખાતા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશ બહાર કાઢી, જેની ઓળખ નવીનગરીના ગુરુશરણ કોઇજીભાઇ તડવી તરીકે થઈ. યુવાનની હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશને તળાવમાં ફેંકી દીધાની આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી છે.