અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તેજ ગતિએ
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તેજ ગતિએ
Published on: 23rd September, 2026

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામગીરી ઝડપથી ચાલી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રીએ માહિતી આપી છે કે 2027 સુધીમાં સુરતથી વાપી વચ્ચે પ્રથમ સેક્શન શરૂ કરવાનું લક્ષ્ય છે. સુરત-બિલીમોરા સેક્શનનું સિવિલ કન્સ્ટ્રક્શન ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે અને ત્યારબાદ ટ્રાયલ રન શરૂ થશે. કાર બોડી, બોગી, પ્રોપલ્શન સિસ્ટમનું નિર્માણ નિયમ મુજબ ચાલી રહ્યું છે. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સથી થાણે વચ્ચે અંડરસી ટનલનું કામ પણ ઝડપી બન્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં વાયાડક્ટ અને સ્ટેશન નિર્માણ પણ પૂર્ણતાના આરે છે.