અમદાવાદમાં વરસાદ બાદ પણ ભુવા પડવાનું યથાવત્
અમદાવાદમાં વરસાદ બાદ પણ ભુવા પડવાનું યથાવત્
Published on: 23rd September, 2026

અમદાવાદ શહેરમાં વરસાદ બંધ થયા બાદ પણ રસ્તા પર ભુવા પડવાની ઘટનાઓ ચાલુ જ છે. માણેકબાગ રોડ પર ફરી એકવાર ભુવો પડતાં બે કાર તેમાં ફસાઈ ગઈ હતી. સ્થાનિક નાગરિકો અને અન્ય વાહનચાલકોની મદદથી કારને બહાર કાઢવામાં આવી. ઘટનાસ્થળે કોર્પોરેશન દ્વારા કોઈ સુરક્ષા વ્યવસ્થા કે બેરીકેડિંગ ન હોવાને કારણે, સ્થાનિકોએ જાતે જ ટેમ્પરરી બેરીકેડિંગ કરીને વાહનચાલકોને સાવચેત કર્યા. ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.