મહુધાના કપરૂપુર સીમમાં નદી કાંઠે ઝાડ પર યુવકની લાશ મળી.
મહુધાના કપરૂપુર સીમમાં નદી કાંઠે ઝાડ પર યુવકની લાશ મળી.
Published on: 01st April, 2026

મહુધાના કપરૂપુર ગામની સીમમાં મહોર નદી કાંઠે ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં એક યુવકની લાશ મળી આવી. તપાસમાં આ યુવક કઠલાલ તાલુકાના પોરડા ગામનો અને અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું છે. મહુધા પોલીસે આ ઘટનાને અકસ્માતે મોત તરીકે નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.