બાલાસિનોરના વાછેલાવ તળાવમાંથી સગીર અને સગીરાના મૃતદેહ મળી આવ્યા.
બાલાસિનોરના વાછેલાવ તળાવમાંથી સગીર અને સગીરાના મૃતદેહ મળી આવ્યા.
Published on: 07th April, 2026

બાલાસિનોરના જમિયતપુરાના વાછેલાવ તળાવમાંથી એક સગીર અને સગીરાના મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ. બંને મેઘલિયાના રહેવાસી હતા અને બે દિવસથી ગાયબ હતા. પોલીસે ઘટનાસ્થળે જઈ તરવૈયાઓની મદદથી મૃતદેહો બહાર કાઢી PM માટે મોકલી આપ્યા અને તપાસ હાથ ધરી.